મોરબીમાં વિનય ઇન્ટરનેશનલ સ્ફુલ દ્વારા બાળકો માટે પ્રથમ વખત ઓનલાઇન કોમ્પિટિશનનું આયોજન

મોરબીમાં વિનય સ્ફુલ દ્વારા પ્રથમ વખત બાળકો માટે ઓનલાઇન કોમ્પિટિશન યોજવામાં આવી છે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તા.13 થી 19 દરમિયાન 6 થી 10 વર્ષ અને 11 થી 15 વર્ષના બાળકો માટે જુદા-જુદા બે ગ્રુપમાં ઓનલાઇન કોમ્પિટિશન યોજાશે. જેમાં બાળકોને પોતાના માતા-પિતાના મોબાઈલથી સ્કૂલના નક્કી કરેલા નંબર પર પ્રેરણા મળે તેવા વિડીયો,જનરલ નોલેજના પ્રશ્નો અને મેથેમેટિક્સના પ્રશ્નો પૂછવામાં આવશે જેનો ઝડપી ઉત્તર આપનાર ને સ્પર્ધાના અંતે પ્રથમ,દ્વિતીય અને તૃતીય કેટેગરી માં ઇનામો આપવામાં આવશે.આ સ્પર્ધામાં જોડાવા માંગતા કોઈપણ સ્કૂલના બાળકોના વાલીઓએ તા.9 ઓગષ્ટ પહેલા વિનય સ્કૂલના મોબાઈલ નંબર 7575810000 પર રજીસ્ટ્રેશન કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.

 

Comments
Loading...
WhatsApp chat