


રાધે કૃષ્ણ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૪ ને રવિવારના રોજ સવારે ૯ કલાકથી વિનામૂલ્યે ડાયાબીટીસ અને બી.પી.નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો. રવિ પટેલ પોતાની સેવાઓ આપશે. કેમ્પમાં ડાયાબીટીસ અને બી.પી.ની તપાસ કરવા ઉપરાંત જરૂરિયાતમંદ હૃદયરોગના દર્દીઓ માટે કાર્ડિયોગ્રામ, શ્વાસ તથા દમનના દર્દી માટે મશીન દ્વારા (P.F.T.) તપાસ કરી આપવામાં આવશે કેમ્પનો લાભ લેવા માટે નોંધણી કરાવવા માટે દર્દીઓએ રાધેકૃષ્ણ હોસ્પિટલ, ૮ – સાવસર પ્લોટ, મોરબી ખાતે સંપર્ક કરવા માટે યાદીમાં જણાવ્યું છે.

