મોરબી જિલ્લામાં વિકટ પરિસ્થિતિમાં કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખડે પગે

મોરબી હોનારતની યાદ અપાવે તેવી પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે પોતાની રેવન્યુ ટીમને સુઝ-બુઝથી કામે લગાડી અને પોતે પણ ફ્લડ કંટ્રોલરૂમ માં સતત હાજર રહી મોરબી જિલ્લાને આફ્તમાંથી ગણતરીની કલાકોમાં જિલ્લાને ઉગારી લેવામાં સફળતા મેળવી છે. જોકે માળીયા માં હજુ ગંભીર સ્થિતિ છે પરંતુ જિલ્લા કલેક્ટર તમામ પરિસ્થિતિ પર મિનિટ ટુ મિનટની પરિસ્થિતિ પર ચાપતી નજર રાખી રહ્યા છે.

 

ગઈકાલ રાત્રીથી મોરબી જિલ્લામાં શરૂ થયેલા ભારે વરસાદ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં થયેલા ભારે વરસાદથી પરિસ્થિતિ પામી જઈ મોરબી જિલ્લા કલેક્ટર.ડી.ડી.ઓ.ખાટાંણા,ડે.કલેકટરે સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અગમચેતી વાપરી મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવી લીધું હતું અને આજે સવાર થી પણ સતત દોડતા રહી રાહત બચાવ કામગીરીની દરેક ઘટના પર તેઓએ નજર રાખી કુશળતા પૂર્વક મોરબી જિલ્લા ને આફ્ત માંથી ઉગાર્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાવ મચ્છુ નદીમાં ત્રણ યુવાનો ફસાયા હતા ત્યારે પણ જિલ્લા કલેક્ટર.ડી.ડી.ઓ.ખાટાણા,ડે.કલેકટર સહિતના અધિકારીઓ જાતે દોડી જઈ રેસ્ક્યુ પૂર્ણ થયા સુધી રોકાયા હતા. આફતની પરિસ્થિતિમાં મોરબી જિલ્લાની ખમીર વંતી પ્રજા પ્રત્યે લાગણી રાખનાર જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ,ડે.કલેકટર અને ડી.ડી.ઓ ની ટિમને મોરબી ન્યુઝ તરફ થી સો સો સલામ….

Comments
Loading...
WhatsApp chat