રાજસ્થાન સગાઇમાં ગયેલા વેપારીના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કુલની પાસે આવેલી ગૌતમ સોસાયટી નજીક રહેતા પવન કુમાર મથુરાદાસ સાંગી (ઉ.૪૯) નામના વેપારી ગત તા.૨૩ના રોજ પોતાના પરિવાર સાથે રાજસ્થાન જયપુરમાં સગાઈ પ્રસંગે હાજરી આપવા ગયા હતા. પાછળ થી તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને તસ્કરોએ તેમના મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા રૂ. ૭૫,૦૦૦ રોકડા તથા ૬ જોડી સાકળા કિમતી રૂ.૩ હજાર મળીને રૂ.૭૮૦૦૦ ની માલમત્તા ચોરી કરીને નાસી છૂટ્યા હતા. વેપારી આજે  ઘરે પરત ફરતા તેમણે ઘરમાંથી રૂ.૭૮૦૦૦ ની માલમતાની ચોરી થવાનું માલુમ પડતા તેમણે આ બનાવ અંગે એ ડીવીસન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Comments
Loading...
WhatsApp chat