મોરબીમાં શાકભાજીના ભાવોમાં ભડકો, ૧૦૦ ટકા સુધી ભાવવધારો

મોરબી સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ગત સપ્તાહના અંતમાં મુશળધાર વરસાદ નોંધાયો હતો જેમાં એક ઇંચથી લઈને ૧૮ ઇંચ સુધી ના વરસાદને પગલે સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે ચોમાસાના પ્રારંભ સાથે જ શાકભાજીના ભાવોમાં ૩૦ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધીનો ભાવવધારો બજારમાં જોવા મળી રહ્યો છે.

 

ચોમાસાના પ્રારંભ સાથે જ શાકભાજીના ભાવો દર વર્ષે વધી જતા હોય છે ત્યારે આજે મોરબીની બજારમાં “મોરબી ન્યુઝ” ની ટીમે શાકભાજીના ભાવોનો સર્વે કર્યો હતો જેમાં ચોકાવનારી વિગતો મળી હતી કે રીંગણા, ગુવાર, કોબીચ, ભીંડો, ટામેટા સહિતના ભાવોમાં ૫૦ થી ૧૦૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો કોથમીર અને મરચા જેવા રોજના જરૂરી મસાલાના ભાવો હાલ ૮૦ થી ૧૦૦ રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે જેથી ગૃહિણીના ઘરનું બજેટ ખોરવાઈ જવા પામ્યુ છે. હાલ શાકમાર્કેટમાં બટેટાને બાદ કરતા દરેક શાકભાજી મોંઘા જોવા મળી રહયા છે.

 

 • શાકભાજીના નામ સપ્તાહ પૂર્વનો ભાવ    હાલનો બજારભાવ
 • રીંગણા ૫ થી ૧૦ રૂ.            ૧૫ થી ૨૦ રૂ.
 • બટેટા ૫ થી ૬ રૂ.             ૫ થી ૬ રૂ.
 • ગુવાર ૪૦ રૂ.                  ૬૦ થી ૬૫ રૂ.
 • કોબીચ ૮ થી ૧૦ રૂ.            ૧૪ થી ૧૫ રૂ.
 • ભીંડો ૨૦ થી ૨૫ રૂ.          ૪૦ થી ૫૦ રૂ.
 • ટમેટા ૩૫ થી ૪૦ રૂ.          ૫૦ થી ૫૫ રૂ.
 • ફ્લાવર ૨૦ થી ૨૫ રૂ.          ૪૦ થી ૫૦ રૂ.
 • કોથમીર ૩૦ થી ૪૦ રૂ.          ૮૦ થી ૧૦૦ રૂ.
 • મરચા ૩૦ થી ૩૫ રૂ.          ૮૦ થી `૧૦૦ રૂ.
 • લસણ ૩૦ થી ૫૦ રૂ.          ૩૦ થી ૫૦ રૂ.
Comments
Loading...
WhatsApp chat