મોરબી- વવાણીયા માર્ગનું આપેલું શ્રીમદ રાજચન્દ્ર માર્ગ નામ લાજ્યું?

મોરબી- વવાણીયા રોડ ઉપર અવ્યવસ્થાના કારણે અકસ્માતનો ભય ઝઝુંબે છે. અહિંસાના પૂજારી શ્રીમદ રાજચન્દ્રના નામ સાથે માર્ગનું નામ જોડયું છે. જેને નિવારવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બ્રિજેશ મેરજાએ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા માલવાહતુક વાહનો પર ગતિ નિયંત્રણ, સપ્રમાણ માલ વાહન તથા વાહન ચાલકોની લાપરવાહી ઉપર ઘ્યાન કેન્દ્રિત કરી આ માર્ગના રાહદારીઓને સુરક્ષા બક્ષવી ખૂબ જરૂરી છે. માર્ગનું નામ અહિંસાના પૂજારી અને ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચન્દ્રના નામ સાથે જોડવામાં આવ્યો છે. પરંતુ ભારે વાહનોની બેરોકટોક અવર જવરના કારણે અકસ્માત સર્જાતા હોય મહાનુભવના નામની ગરિમાને ઠેસ પહોંચે છે. તંત્રએ જડબેસલાક ટ્રાફિક નિયમન અમલમાં મૂકવુ જોઈએ. આ વર્ષ શ્રીમદ રાજચન્દ્રનું 150મી જન્મ જ્યંતી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે, ત્યારે અહિંસાના વિચારને મૂર્તિમંત કરવા માનવ હિંસા અટકાવી નૈતિકતા દાખવવા અનુરોધ છે. આ માર્ગ પર નવલખીથી મોરબી, પીપળીયા ચાર રસ્તો, જામનગરથી કચ્છ, અમદાવાદ સુધીના વાહનોની અવરજવર રહે છે. વાહનો ઉપરાંત એસટી, ખાનગી બસમાં મુસાફરો અવરજવર કરતા હોય છે. ટ્રાફિકને કારણે અકસ્માતનું પ્રમાણ વધે છે, જ્યાં પેટ્રોલિંગ કરવાની માંગણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી છે.
Comments
Loading...
WhatsApp chat