



મોરબી જીલ્લામાં ચોમાસાની બીજી ઈનિંગમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે ચોમેર પાણી – પાણી થઈ ગયું છે. જેનાં લીધે ટંકારા સહિત મોરબી જિલ્લાનાં અનેક વિસ્તારોમાં કેટલીક જગ્યાએ તો ભયજનક સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ટંકારાના મિતાણા,હરબટીયાળી,ભૂતકોટડા સહિત ૧૫ ગામડામા ત્રણ કલાક મા ૧૨ ઈંચ ખાબકયો જેને પગલે ગામમાં પુર જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે.મેધરાજાએ તેની ધમાકેદાર ઇનીગ શરુ કરતા મોરબી જિલ્લના ડેમો ફરી છલકાયા છે અને તેની હાલની પરિસ્થિતિ મુજબ મચ્છુ-૨ના ૧૬ દરવાજા ૫ ફૂટ,કોયલી ડેમના ૮ દરવાજા ૪ ફૂટ અને મચ્છુ-૩ના ૧૧ દરવાજા ૬ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

