

મોરબી જીલ્લા પર મેઘરાજાની મહેર વરસી રહી છે. રાત્રીથી ચાલુ વરસાદ આજે સવારથી સાંજ સુધી વરસ્યો હતો અને મેઘરાજાએ હેત વરસાવતા સાંજે ૬ વાગ્યા સુધીમાં મોરબીમાં ૩૧ મી.મી.,વાંકાનેર ૬ મી.મી.,હળવદમાં ૬ મી.મી. અને ટંકારામાં ૭૪ મીમી અને જયારે માળીયામાં સૌથી વધુ ૮૯ મીમી વરસાદ નોધાયો છે. મોરબી શહેર તેમજ ગ્રામ્ય પંથક ઉપરાંત જીલ્લાના તમામ સ્થળોએ અવિરત મેઘમહેર ચાલુ છે જેમાં મોરબીમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ ઉપરાંત ટંકારામાં આજે સાંજ સુધીમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે તો સૌથી વધુ માળિયા પંથકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાત્રીના ૧૦ થી સાંજે ૬ સુધી
મોરબી : ૩૯ મીમી
ટંકારા : ૭૪ મીમી
વાંકાનેર :૧૨ મીમી
હળવદ : ૦૬ મીમી
માળિયા (મી.) : ૮૯ મીમી
ખાસ નોંધ : ૨૫ મીમી = ૧ ઇંચ વરસાદ