મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ સહાય કરતી સેવાભાવી સંસ્થા

સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ જણાવ્યું હતું કે, હાલમાં મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે ઘણી ખાના ખરાબી થઈ છે. આવા અસરગ્રસ્ત વિસ્તારોના અસરગ્રસ્ત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ, કપડાં વગેરેની સહાયતા કરવી આવશ્યક છે. તેના માટે સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવે છે અને જે લોકો સહાય કાર્યમાં સહયોગ આપવા માંગતા હોય તેવા સેવાભાવીઓએ માનવતાનો ધર્મ નિભાવી ઘરે પડેલી બિનજરૂરી વસ્તુઓ, કપડાઓ વગેરે આપી શકે છે. મોરબી શહેરમાં શનાળા રોડ ખાતે રાજધાની કોમ્પ્લેક્સના કાર્યાલય ખાતે સેવાભાવી લોકો સહાય મોકલાવી રહ્યા છે. જે લોકોએ સહાય કરવી હોય તેમણે 98251 39992 અને 94085 27007 પર સંપર્ક કરવાનો રહેશે.

Comments
Loading...
WhatsApp chat