



મોરબી જીલ્લમાં મેધરાજાએ ફરી પોતાની ધમાકેદાર ઇનીગ શરુ કરી છે.મોડીરાત્ર શરુ થયેલ ભારે વરસાદે મોરબી શહેર તથા જિલ્લામાં પાણી-પાણી કરી નાખ્યું છે જેને મોરબી જીલ્લા કલેક્ટરના આદેશથી શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે અને શાળાના શિક્ષકોને હાજર રહીને તંત્રની કામગીરીમાં જોડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં મોરબીમાં ૫૨ મી.મી.,ટંકારામાં ૮૯ મી.મી.વાંકાનેરમાં ૮૦ મી.મી. અને માળીયામાં ૧૧ મી.મી રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો છે.જોકો હળવદ પંથક કોરું રહ્યું છે.તેમજ મોરબી મચ્છુ ડેમમાં નાવાનીરની આવક થઈ છે.તેમાં મચ્છુ-૨ ડેમનાં ૧૦ દરવાજા ૫ ફૂટ,ડેમી-૨ ડેમના ૧૦ દરવાજા ૩ ફૂટ,મચ્છુ-૩ ડેમના ૮ દરવાજા ૫ ફૂટ,ડેમી-૩ ડેમના ૭ દરવાજા ૩ ફૂટ અને બ્રાહ્મણી-૨ ડેમના ૨ દરવાજા ૦.૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.જયારે મચ્છુ-૧ ડેમ ૦.૨૭ફૂટ ઓવરફલો થઇ રહ્યો છે.

