



મોરબી જીલ્લામાં સવાથી અવિરત મેધ મહેર ચાલુ છે ત્યારે મોરબી જીલ્લામાં સવારના ૭ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં મોરબી અને ટંકારામાં ૭૧ મી.મી.,વાંકાનેરમાં ૪૧ મી.મી.,હળવદમાં ૨૪ મી.મી., તથા માળીયામાં ૨૦ મી.મી. વરસાદ વરસ્યો છે.મોરબી જીલ્લમાં અષાઢે આભ ફાટ્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે.મોરબી જીલ્લામાં આવેલા ચેક ડેમ તથા ડેમો ઓવરફલો થયા છે જેને પગલે નીચાણવાળા વાળા વિસ્તારોમાં પુર આવ્યું છે.તેમજ તંત્ર દ્વારા રાહત કામગીરી શરુ કરી દેવામાં આવી છે.હાલમાં મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ મચ્છુ-૧ ડેમ પણભારે વરસાદને પગલે ઓવરફલો થયો છે.

