મોરબી જીલ્લમાં વરસાદે વિરામ લેતા અસરગ્રસ્તોને સહાય ચૂકવાઈ

મોરબીમાં મેઘરાજાએ વિરામ લેતા રાહત અને બચાવમાં લાગેલું તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો હવે અસરગ્રસ્તોને સહાય ચુકવવાની શરૂઆત કરવામાં આવી છે. મોરબી જીલ્લા કલેકટર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા તાલુકાના ૭૭ કુટુંબના ૩૧૮ લોકોને રાશનકીટ, કપડા સહિતની જરૂરિયાતો માટે આજે ૨,૩૫,૩૩૦ ની સહાય બેંક ખાતામાં આપવામાં આવી છે. તો વાંકાનેરના જલસીકા, ભલગામ એ બંને ગામમાં કુલ પાંચ પશુના મોત થતા ૧.૩૬ લાખની સહાય, મોરબી જીલ્લાના ૨૪ ગામોમાં ઠપ્પ થયેલા વીજપુરવઠાને ફરીથી શરુ કરાયો છે તેમજ જીલ્લાના વિવિધ ૧૫ બંધ થયેલા રોડમાંથી ૮ રોડ શરુ કરવામાં આવ્યા છે. કૃષિમાં થયેલ નુકશાની માટે છ ટીમો કાર્યરત છે જે મોરબી અને ટંકારા બાદ માળિયામાં નુકશાનીનો સર્વે કરશે તેમજ આરોગ્યની ૨૫ ટીમો દ્વારા ૩૮ ગામોમાં ૨૪૦૦૦ ક્લોરીનની ગોળીના વિતરણ કરાયા છે. મોરબીના ધૂળકોટ, આમરણ અને બેલા ગામમાં ૯૦૦ અસરગ્રસ્તોને ૧.૪૦ લાખની સહાય બેંક ખાતામાં ચૂકવવવામાં આવી છે. તેવી માહિતી આપવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat