પૂરમાં રાહત કામગીરી માટે જીલ્લા કલેકટરે હેલિકોપ્ટરની માંગ કરી

મોરબી મચ્છુ ડેમમાં  પાણી છોડતા મોરબીના ગામોમાં માંલીયાનો પણ સમાવેશ થાય છે માળીયા નજીક આવેલ મચ્છુ-૩ ડેમના ૧૮ દરવાજા ૧૬ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.જેથી માળીયા મિંયાણાના વાંઢ વિસ્તારમાં પાણીમાં ફસાયે બે વ્યક્તિ જીવ બચાવવા માટે વિજ પોલ ઉપર ચડી ગયા હોવાની જાણ થઇ છે.પાણીમાં ફસાયેલ લોકોને રેસ્ક્યુ કરીને બોટમાં બચાવી લાવ્યા.હાલ મળતી માહિતી મુજબ મચ્છુ-૩ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા તેથી માળીયા બેટમાં ફેરવાયું હતું અને જેથી મોરબી-કચ્છ હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ થયો છે.મોરબી જીલ્લામાં ભારે વરસાદના પગેલ અનેક ગામો બેટ માં ફેરવાયા છે તથા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે પરિસ્થિતિ ભારે વિકટ બનતા જીલ્લા કલેકટરને હેલિકોપ્ટર માંગવાની ફરજ પડી છે.

Comments
Loading...
WhatsApp chat