



મોરબીમાં થોડા દિવસ આગાઉ મેધરાજાએ ધમાકે દાર એન્ટ્રી કર્યા પછી થોડા દિવસના આરામ બાદ આજ ફરી મોરબીમાં વરસાદી માહોલ જામ્યો છેસવારથી ધીમીધારે વરસતા વરસાદે મોરબી વાસીઓમાં આનંદ ફેલાવી દીધો છે.જેમાં આજ સવારના ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં મોરબીમાં ૮ મી.મી. અને હળવદમાં ૩ મી.મી.વરસાદ વરસ્યો હતો.ત્યારે તંત્ર દ્વારા મોરબી જીલ્લામાં આગામી તા.૧૪ અને ૧૫ એમ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી આપી છે.તેમજ જીલ્લાના વર્ગ-૧ તથા વર્ગ-૨ ના તમામ ઉચ્ચ અધિકારીઓને હેડકવાર્ટર છોડવા અને જરૂરી સાધનની ચકાસણી કરી પૂર્વ તૈયારી કરવા કલેકટરે સુચન કર્યું છે અને તંત્રને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે.

