



હવામાન ખાતાની આગાહી મુજબ તા.૨૦ થી ૨૩ સુધી રાજ્યમાં ભારે વરસાદની પડવાની શક્યતા રહેલ છે.જેને ધ્યાને લઈને મોરબી જીલ્લામાં પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય તેમજ ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત કામગીરી તથા જરૂરી સંકલનની કામગીરી સત્વરે કરી શકાય તે માટે મોરબી જીલ્લા કલેકટરે તા.૨૦ થી ૨૩ ના રોજ જીલ્લાની તમામ કચેર્રી ચાલુ રાખવા તેમજ આગોતરું આયોજન કરી તમામ અધિકારીઓને તેના હેડકવાર્ટરએ હાજર રહેવા આદેશ કર્યો છે.

