મોરબીમાં ૨૮ મી.મી. વરસાદ ,તંત્ર એલર્ટ મોડ પર

મોરબી પંથકમાં સવાથી ધીમીધારે વરસાદ વર્ષી રહ્યો છે.જેમાં સવારના 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં મોરબીમાં ૨૮ મી.મી વરસાદ નોંધાયો હતો.તેમજ મોરબી જીલ્લામાં  હળવા વરસાદી ઝાપટા પડ્યા છે.ભારત ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા તા. ૧૪ અને ૧૫ એમ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોરબી જીલ્લા કલેકટર દ્વારા બે દિવસ વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં ભારે વરસાદને પગલે સ્થળાંતરના હિસ્સા માટે નિયત સ્થળોની યાદી તૈયાર રાખવા તમામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને તથા ગ્રામ્ય કક્ષાના તમામ સ્ટાફને જે તે હેડક્વાર્ટરમાં હાજર રાખવા, જે ડેમ ઓવરફલો થાય તેમાંથી પાણી છોડવામાં આવે તો અસરગ્રસ્ત ગામને અગાઉ જાણ કરવા તમામ મામલતદારને સુચના આપી છે.

Comments
Loading...
WhatsApp chat