


મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આવતીકાલે બપોરે ૨:૩૦ વાગ્યે સો ઓરડી વિસ્તારમાં આવેલ વરીયા મંદિર ખાતે પ્રજાપતિ સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા આમંત્રિત મહેમાનો,વિધાર્થીઓ, વાલીઓ, અને સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..