



મોરબી જીલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભને ઘણો સમય વીત્યા છતાં હજુ સારો વરસાદ વરસ્યો નથી જેથી ખેડૂતો અને મોરબીવાસીઓ ચિંતિત બન્યા છે ત્યારે આજે મોરબી આર્ય સમાજ દ્વારા વરુણ દેવને રીઝવવા માટે વૃષ્ટિ યજ્ઞ (વરુણ યજ્ઞ) યોજવામાં આવ્યો હતો વૃષ્ટિ યજ્ઞથી હવામાન શુદ્ધ થાય છે તેમજ વરુણ દેવ પણ રીઝે છે જેથી વૃષ્ટિ યજ્ઞ દ્વારા વરુણ દેવને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો યજ્ઞમાં આર્ય સમાજ અગ્રણીઓ તેમજ મોરબીવાસીઓ જોડાયા હતા અને વરુણ દેવને વરસાદ વરસાવવા માટે પ્રાર્થના કરી હતી



