


વાંકડા ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના વાંકડા ગામે પાણીની હાડમારી લાંબા સમયથી છે. છેલ્લા ૩૦ વર્ષથી પાણીનો પ્રશ્ન છે. હાલ ઉંચી માંડલથી સંપ દ્વારા બોરનું પાણી આવે છે. તે ખુબ જ ક્ષારયુક્ત પાણી છે. જે આરોગ્યને નુકશાન કરે તેવું છે. આવું પાણી પણ પૂરતા પ્રમાણમાં આવતું નથી જેના લીધે ગામમાં ખુબ ધાંધલધમાલ થાય છે. તેમજ અનેક ઝઘડાઓ પણ થતા હોય છે. અહી સુધી પાણી પહોંચતા પહેલા કારખાના, ઓદ્યોગિક એકમો તથા ભૂતિયા કનેક્શન દ્વારા ખેંચી લેવામાં આવે છે આ મામલે પાણી પુરવઠા બોર્ડમાં અવારનવાર લેખિત અને મોખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ થયું નથી. પાણીના સળગતા પ્રશ્નોથી ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. હાલ ખેડૂતોને પાક માટે પાણીની જરૂરીયાત હોવાથી કેનાલનું પાણી સત્વરે આપવા પણ માંગ કરવામાં આવી છે તેમજ પાણીના પ્રશ્નનો નિકાલ ના થાય તો ત્રણ ચાર દિવસમાં આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.