

મોરબી તાલુકાના વાંકડા અને દાદશ્રીનગરમાં તસ્કરોના ધામા નાખ્યા હતા.દાદશ્રીનગરમાં રામજી મંદિરમાંથી ત્રીસ હજારના સોના ચાંદીના આભૂષણો લઇ ગયાનું જાણવા મળ્યું છે અને અન્ય ત્રણ મકાનોને પણ નિશાન બનાવ્યા તથા વાંકડા ગામે ગ્રામ પંચાયતની ઓફિસ તેમજ પ્રાથમિક શાળાના એક રૂમને નિશાન બનાવીને તાળા તોડ્યા.