



વાંકાનેર પંથકમાં ગત પખવાડીયામાં થયેલા અતિભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં ધોવાણની સાથે તાલુકા મથકોને જોડતા મુખ્ય પુલ,નાલા,રસ્તા પણ તૂટી જવાથી ગ્રામીણ લોકો ભારે યાતના ભોગવી રહ્યા છે.
વાંકાનેર તાલુકાના વાંકિયા ગામની સ્થિતિ પણ કઈક આવી જ છે.વાકિયા અને રાતીદેવળી વચ્ચેથી પસાર થતી આસોઈ નદી ઉપર નાનો પુલ હ્તી જે વાંકિયા તથા તેની ઉપરના ગામોને વાંકાનેર શહેર તરફ આવવા માટે આશીર્વાદરૂપ હતો, પરંતુ વાંકાનેર પંથકમાં થયેલ અતિવૃષ્ટિને લઈને નદીમાં ઘોડાપુર આવ્યા હતા..જેમાં રાતીદેવળી પાસેની આસોઈ નદીના ધસમસતા પુરને લઈને નદી વચ્ચેનો નાનો પુલ તૂટી ગયો હતી.પાણીનો પ્રવાહ તેજ ગતિએ વહેતો હોવાથી દસેક દિવસતો વાંકિયા રાતીદેવળી વચ્ચેનો પુલ તૂટી ગયો હોવાનું ગ્રામજનોને જોવા મળેલું હતું.પુલ તૂટી જતા અન્ય કોઈ રસ્તો ણ હોવાથી તૂટેલા કોઝ-વે ની દીવાલ પરથી પાણીના પ્રવાહ વચ્ચે જીવન જોખમે [પગપાળા કે વાહન લઈને પસાર થવું પડે છે.આ વેદના અધિકારીઓને નજરે ચડે અને તાકીદે કામગીરી થાય તેવી લાગણી ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.

