મોરબીમાં ગુરુવારે “૬૮માં વન મહોત્સવ”ની ઉજવણી કરાશે

મોરબી જીલ્લા વન વિભાગ દ્વારા તા.૨૦ને ગુરુવારના રોજ “૬૮માં વન મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવશે.આ કાર્યક્રમની ઉજવણી રાજ્ય કક્ષાના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી જયંતીભાઈ કાવડિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.જેમાં મુખ્ય અતિથી તરીકે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા,કચ્છ-ભુજ વિનોદભાઈ ચાવડા,સુરેન્દ્રનગર સાંસદ દેવજીભાઈ ફતેપરા અને જામનગર સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહેશે.તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જાકાસાણીયા,મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,વાંકાનેર ધારાસભ્ય મહમદજાવિદ પીરઝાદા,ટંકારા-પડધરી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા,કાલાવડ ધારાસભ્ય મેધજીભાઇ ચાવડા અને ગાંધીનગર અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક જી.યાદૈયા વિશેષ ઉપસ્થિત રહીને વન મહોત્સવ ઉજવણીમાં સહભાગી થશે.

Comments
Loading...
WhatsApp chat