વાંકાનેરની સમાજિક સંસ્થાઓ અસરગ્રસ્તોની મદદે

મોરબી જીલ્લમાં ગઈકાલનાં રોજ અતિભારે વરસાદ પડ્યો હતો અને ચારેકોર તારાજી સર્જી હતી.જેથી અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે જેના પગલે સેવાકીય સંસ્થાઓ અસરગ્રસ્ત લોકોની વહારે આવી છે.જેમાં વાકાનેરના નવાપરા.કુભારપરા.પેડક.રામચોક. વિસતાર નીચાણવાળા વિસ્તારો હોવાથી પાણી ભરાતા આસરે 2000 થી વધુ લોકોનું સ્થળાંતર લોહાણા વાડી,ગલસ હાઇસકુલ.ગાયત્રી મંદીર તથા જૈન વાડીમાં કરી રહેવા તથા જમવા ની વયવસથા કરવામાં આવી હતી.સાથે સાથે મામલતદાર,ટી.ડી.ઓ. અને વહીવટી તંત્રને સાથે રાખીને  જીતુભાઇ સોમાણીએ મુલાકાત લઈને અસરગ્રસ્તોને ફૂડપેકેટ અને જરૂરી સામગ્રી પહોંચતી કરી હતી તેમજ વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખીને ગ્રામ્યવિસ્તારમાં ખોરવાયેલ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરાવ્યો હતો અને હજુપણ જીતુભાઇ દ્વારા જરૂર જણાય ત્યાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat