વાંકાનેરના સિંધાવદર ગામે ઢોર બાબતે વૃધ્ધને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરના  સિંધાવદર ગામે ઢોર બાબતે પાડોશીએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.પોલીસ પાસેથી મળતી વિગત મુજબ હાજીભાઇ સાઉદીભાઈ પરસરના ઢોર ઈસ્માઈલભાઈ હયાતભાઈ પરસરના ખેતરમાં ધુસી જતા ઈસ્માઈલભાઈએ હાજીભાઈને ઠપકો આપ્યો હતો જેથી હાજીભાઇએ બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઈસ્માઈલભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોધાવી છે.પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat