રાજસ્થાન માં થયેલ આંનદ પાલ સિંહ એન્કાઉન્ટર મુદે વાંકાનેર એક લિંગજી સેના અને સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા નાયબ મામલતદારને રજૂઆત કરાઈ

તાજેતરમાં  રાજસ્થાન માં થયેલ આંનદ પાલ સિંહ એન્કાઉન્ટર નો મુદ્દો ભારત માં ચર્ચા માં છે અને એન્કાઉન્ટર ના ભારત ભર માં  ઘેરા પ્રત્યાઘાત પડ્યા, ત્યારે વાંકાનેર એક લિંગજી સેના તેમજ સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા આજે ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ને સંબોધી ને વાંકાનેર નાયબ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.તેમજ  આંનદ પાલ સિંહ ના એન્કાઉન્ટર વીશે  વડા પ્રધાન પાસે ૪ માગણીઓ આવેદન પત્ર માં કરી હતી .જેમાં એન્કાઉન્ટર ની સંપૂર્ણ ઘટના ની તપાસ  સી,બી,આઈ દ્વારા કરવામાં આવે,આનંદ પાલ સિંહ માલસર માં જ્યાં શ્રવણ સિંહ ના ઘરે રોકાયા હતા તેમનો પરિવાર બે ગુનાહ હોવા છતા તેમના પરિવારની મહિલાઓને  પોલીસે બંધક બનાવ્યા છે તેને માનભેર મુકવામાં આવે,આનંદ પાલ સિંહ ની સરકાર દ્વારા કબ્જે કરેલી સ્થાવર અને જંગમ મિલકતો સરકાર એમને પાછી સોપી દેવામાં આવે અને આનંદ પાલ સિંહ ના પરિવાર અને સગા સંબંધી પર જે મનઘડંત આરોપ લગાવી ને ખોટા કેસો કરવામાં આવ્યા છે તે પાછા ખેચવામાં આવે .આવી માંગણી વડાપ્રધાન પાસે કરવામાં આવી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat