વાંકાનેરમાં ૨ દિવસ અગાઉ લાપતા થયેલ યુવકનો મૃતદેહ માટેલીયા નદીમાંથી મળ્યો

આજ રોજ વાંકાનેર પંથકના સરતાનપર ગામની સીમમાં માટેલીયા નદીના કાઠે આવેલ રમેશ વેરસીભાઇ ઉડેચાની વાડી પાસે કોઈ અજાણ્યા યુવકની લાશ નદીમાં તરતી જોવા મળતા ગામના સરપંચે તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા ઢુવા પોલીસ ચોકીના મહેન્દ્રસિંહ અને તેના રાઈટર ઘટના સ્થળે પહોચી યુવકની લાશ બહાર કાઢી તેની ભાળ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. યુવકનો મૃતદેહ મળ્યાની વાત આસપાસના વિસ્તારમાં વાયુવેગે ફેલાઈ જતા ઢુવાના રીયોન કારખાનામાં મજૂરી કરતા અને પરપ્રાંતથી પુત્ર સાથે રહેવા આવેલ માતા દુધીબેને તુરંત તાલુકા પોલીસનો સંપર્ક કરી ઘટનાસ્થળે પહોચ્યા હતા.જ્યાં યુવકની લાશ જોતા જ માતા પાડી ભાંગ્ય  હતા. આ મૃતક પુત્ર રાહુલ સુમેરભાઈ ચમાર (ઉ.વ. ૨૪) માતા સાથે કારખાનામાં રહે છે અને બે દિવસ અગાઉ આવેલા વરસાદના દિવસથી રાહુલ કારખાનેથી ઘરે પરત ફરેલો ન હતો.માતાએ પુત્રની ભાળ મેળવવા છેલ્લા બે દિવસથી આસપાસના કારખાનાઓ તેમજ અન્ય સગાસંબંધીમાં તપાસ કરેલી પરંતુ કોઈ જ ભાળ મળી ન હતી અને આજરોજ તેને જીવિત મળવાને બદલે મૃતદેહ મળ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર રાહુલ ધસમતા પ્રવાહ સાથે વહેલી માટેલીયા નદીમાં રસ્તો પાર કરવા ઉતાર્યો હશે અને પગ લપસી જતા વહેણમાં તણાયો હશે તેવું અનુમાન  લગાવવમાં આવી રહ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat