

વાંકાનેર ના જાલીડાગામેં વસવાટ કરતા જેરામભાઇ રામજીભાઇ સરધારા(પટેલ)એ વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો હતો.બનાવની વિગત મુજબ મૃતકના પુત્ર જયેશભાઇ જેરામભાઇ સરધારા જાતે.પટેલ ઉ.વ.૪૨એ આરોપી જયેશભાઇ હીરાભાઇ સાકરીયા પટેલ રહે.રાજકોટ શ્રીરામપાર્ક,બાબુભાઇ પરબતભાઇ વોરા પટેલ રહે.રાજકોટ ધર્મ જીવન સોસાયટી,અંકીતભાઇ રતુભાઇ કમાણી રહે.ન્યુ પોપૈયાવાળી ગોકુલધામ રાજકોટ,હરીશભાઇ પરસાણા પટેલ ઓમ આસ્થા સહકારી મંડણી ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ,મનીષભાઇ પટેલ જે.કે.એન્ટરપ્રાઇઝ ૧૫૦ ફુટ રીંગ રોડ અને ભીખાભાઇ પટેલ રહે.કુવાડવા વિરુદ્ધ પોતાના પિતા જેરામભાઇ રામજીભાઇને પોતાના કારખાનામા રૂપીયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી વ્યાજે રૂપીયા લીધેલા હોય અને જાલીડાગામની ખેતીની જમીનનો વ્યાજની અવેજીમા વેચાણ દસ્તાવેજ કરાવી તથા અન્ય આરોપીઓએ વ્યાજના રૂપીયા આપવા અવારનવાર દબાણ કરતા હોય અને માનસીક ત્રાસ આપતા જિંદગીથી કંટાળી જંતુનાશક ઝેરી પી પોતાની મેળે ગળે ફાસો ખાય આત્મહત્યા કરી મરણ ગયેલ હોય આરોપીઓએ ફરીયાદીના પિતાને મરી જવા મજબુર કરી ગુન્હો કરવા બાબતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાય છે.પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.