


ગુજરાતના રાજકરણમાં હંમેશા ગરમાવો જોવા મળ્યો છે.ગજરાતી રાજકારણમાં આવારનવાર ખેંચ-તાણના દર્શ્યો સર્જાય છે.એવામાં તાજેતરમાં કોંગ્રસ માંથી શંકરસિંહ વાઘેલાના રાજીનામાં બાદ કોંગ્રેસના મહત્વના ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડવા લાગ્યા છે તેથી ફરી રાજકારણ ગરમાયું જોવા મળે છે તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપી લોકો ખરીદી ન લે કે તેને ડરાવી ધમકાવીને પોતાના પક્ષમાં ખેંચી ન લે તે માટે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલોર અજ્ઞાત જગ્યા પર લઇ જવામાં આવ્યા છે.તેમજ ધણા કોંગી ધારાસભ્યોએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે તે કોંગી ધારાસભ્યો બેંગ્લોર હોવાથી તેને ધમકાવી ન શકે પરંતુ તો તેના પરિવારને ધાક-ધમકી આપવામાં આવી રહી છે.એવામાં વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરજાદાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.કોંગ્રેસી આગેવાનો દ્વારા કહેવામાં આવે છે કે અમિત શાહ ચુંટણી જીતવા સાવ નીચલા સ્તરે ઉતરી શકે છે.તેથી કોંગી ધારાસભ્યના ઘરે પોલીસ બંદોબસ્ત મુકવાની ફરજ પડી છે.

