વાંકાનેર ક્રાઈમ ડાયરી

૧-પૈસાની ઉધારણી બાબતે જાનથી મારી નાખાવની ધમકી

વાંકાનેરના પલાસડી ગામમાં પૈસાની ઉધારણી બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાય છે.જેમાં પલાસડી ગામે વસવાટ કરતા ધરમશીભાઈ કાનજીભાઈ કોળીએ વાંકાનેર પોલસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે મનુભાઈ સોમાભાઈ કોળી અને રવિકુમાર મનુભાઈએ પૈસા ની ઉધરાણી કરી બોલાચાલી કરીને માથામાં લાકડી મારીને  ત્રણ ટાંકા તથા બાદમાં દીપક રણછોડભાઈ,હરેશ રણછોડભાઈ અને વિજય દેવાભાઈએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાબતે વાંકાનેર પોલીસે ગુનો નોધી આગળ તપાસ ચાલવી છે.

 

૨-બે ટ્રક અથડાતા એકને ઈજા

વાંકાનેરમાં ગઈકાલ સાંજના સમયે રાતીદેવડી રોડ પાસે સામે સામે ટ્રક અથડાતા એકને ઈજા થતા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાણી છે કે હિતેશભાઈ રણમલભાઇ રાજગોર રહે. પોરબંદર ગડીયા પ્લોટ, કાલે સાંજે પોતાના ટ્રક ડમ્પર લઈને જતા હતા તે દરમિયાન રાતીદેવડી રોડ પાસે અજાણ્યો ટ્રક નં. જીજે-૧૦-ટીવી-૮૦૬૬ના ચાલકે ટ્રક અથડાતા હિતેશભાઈને ઈજા થતા વાંકાનેર હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયા હતા. વાંકાનેર પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat