વાંકાનેરમાં મધરાત્રે ચોરી કરીને નાસ્તા ૪ તસ્કરોને પોલીસે ઝડપ્યા

મળતી વિગતો મુજબ તારીખ 19ની મોદી રાત્રીના વાંકાનેર મેઈન બજારમાં ઉપાશ્રય શેરીમાં રહેતા મયૂરભાઈ અનિલભાઈ સપાણીના ઘરના તાળાતોડી,કબાટ તથા પટારા માંથી હળવદ ચુપણી ગામના દેવરાજ વેલજી,જગદીશ ઉર્ફે રાજુ અજમલ દેવીપૂજક,રાજુ ચતુર દેવીપૂજક અને સેલા ધરમશી દેવીપૂજક નામના તસ્કરો સોનાં-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ રૂપિયા 7લાખ 5511 નો મુદ્દામાલ લઇ નાસી રહ્યા હતા.તે સમયે વાંકાનેર પોલીસ મથકના પીઆઇ એમ.ડી.ચંદ્રવડીયા,હેડ કોન્સ્ટેબલ રામજુભાઈ રાયમાં,પો.કો.અરવિંદભાઈ ઝાપડીયા,હાર્પણસિંહ તથા ડ્રાઇવર રણવીરસિંહ નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા અને ચોરી કરી નાસી રહેલા ઇસમોને મોટર સાયકલ પર થેલાઓ સાથે જોઈ જતા શંકાના આધરે અટકાવવા પ્રયાસ કરતા ચારેય શખ્સો મોટર સાયકલ મારી મૂકી નાસ્યા હતા.પોલીસે ફિલ્મી સ્ટાઈલથી પીછો કરતા દેવરાજ વેલજી દેવીપૂજક નામનો શખ્સ પડી જતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો અને પોલીસે તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કરી ગણતરીની મિનિટોમાંજ ડિટેક્ટ કરી સજાગતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પ્રસન્સનીય કામગીરી કરી છે.

Comments
Loading...
WhatsApp chat