મોરબીના વજેપરમાં ૩ યુવાનને માર મારનાર ૫ સામે ગુનો નોંધાયો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મહેશ ડાયા પરમાર રહે. વજેપર શેરી નં ૧૯ વાળાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે જગા ડાયા પરમારની દીકરી દક્ષાબેનને પ્રકાશ વીનું નકુમ સાથે પ્રેમ સંબંધ હોય અને ગત તા,. ૧૦-૦૭ ના રોજ તે પિતાથી ઉપરવટ થઈને તેની સાથે ચાલી ગઈ હોય જે મામલે ગત રાત્રીના સમયે ફરિયાદીની વજેપર શેરી નં ૧૧ માં આવેલી ચાની દુકાન પાસે આરોપી ગીરીશ નારાયણ કણઝારીયાએ ઉશ્કેરણી કરી હતી તેમજ અન્ય આરોપી કરશન લખમણ કોળી, નારાયણ નરશી કણઝારીયા, નીતિન નરશી કણઝારીયા અને પ્રકાશ નરશી કણઝારીયા રહે. બધા વજેપર શેરી નં ૧૩ વાળાએ એકસંપ કરીને ફરિયાદી મહેશ ડાયા પરમાર તેમજ અરવિંદ અને મહેશ ડાયા પરમાર એ ત્રણને કાચની બોટલ વડે તેમજ લાકડી ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી છે જેમાં ઘવાયેલા ત્રણેય યુવાનને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે. મોરબી એ ડીવીઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat