

બનાવની મળતી વિગતો મુજબ મોરબીના શહેરના વજેપર શેરી નંબર ૧૯ માં બે જૂથ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા હથિયારો સાથે એકબીજા પર હુમલો કર્યો હતો જેમાં મુનાભાઈ પરમાર, જગદીશભાઈ પરમાર. અને મહેશભાઈ પરમાર. ને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા એ-ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ક્યાં કારણોસર માથાકૂટ થઇ તેની તપાસ ચલાવી રહી છે