

મોરબી શહેર અને જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી અવિરત વરસાદ વર્ષી રહ્યો હતો.ભારે વરસાદ વરસતા મોરબી શહેર પાણી-પાણી થઈ ગયું છે અને તંત્રની પ્રી-મોન્સુન કામગીરી ખાડે ગઈ હોય તેવા દર્શ્યો જોવા મળ્યા હતા.આજ રોજ મોરબી પંથકમાં મેધરાજાએ ખમૈયા કર્યા છે.છેલ્લા ધણા દિવસથી મોરબી જિલ્લાને ધમરોળતા મેધારાજાને ખમૈયા કરવા લોકોએ આજીજી કરી હતી.આજ સૂર્ય દેવના દર્શન થયા હોવાથી લાગી રહ્યું છે કે મેધરાજાએ લોકોની પ્રાથના સાંભળીને વિરામ લીધો છે.મેધના વિરામ બાદ રસ્તાઓ ફરી ધમધમતા થયા છે અને તંત્ર દ્વારા શહેરમાં સફાઈ કામગીરી શરુ કરી દેવામાં આવી છે.