વીસી ફાટક ધબાંગ દઈને તૂટ્યું

ફાટક તૂટતા ભારે ટ્રાફિકજામ

મોરબીમાં વીસી ફાટકે અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા જોવા મળે છે.તેમાં પણ ખાસ કરીને ટ્રેનના અવરજવરના સમયે ભારે ટ્રાફિકજામ જોવા મળે છે છતાં તંત્ર દ્વારા તેને નિવારવા માટે કોઈ પગલા લેવામાં આવતા નથી.જેમાં આજ આજ રોજ સાંજના સમયે વીસી ફાટક તૂટી પડ્યું હતું અને ફાટક તૂટીને રોડ પર જ વચ્ચોવચ પડતા ભારે ટ્રાફિકજામ થયો હતો.આ બાબતે મોરબી ન્યુઝે રેલ્વે કર્મચારી સાથે ખાસ વાત-ચિત દરમિયાન જણાવ્યું હતું કે ડેમુ ટ્રેન મોરબી રેલ્વે સ્ટેશનમાં જતી રહી હતી ત્યારબાદ ફાટક ખુલતા સમયે  એક છોટા હાથી વાહનના ચાલકે ફાટક સાથે પોતાનું વાહન અથડાતા ફાટક તૂટીને નીચે પડ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat