Billboard ad 1150*250

મોરબી : ૩૦૦૦ ગરીબ દીકરીઓને શણગારની કીટ વિતરણ કરીને નવરાત્રીની અનોખી ઉજવણી, Video

0 73
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        માતાજીની આરાધનાનું પર્વ એવો નવરાત્રીનો તહેવાર નજીક છે ત્યારે નવરાત્રીમાં બાળાઓ શણગાર સજીને ગરબે ઘુમીને માતાજીની આરાધના કરતી હોય છે ત્યારે નવરાત્રીના તહેવારોમાં ગરીબ પરિવારની દીકરીઓ પણ આનંદ મેળવી સકે અને શણગાર સજે તેવા હેતુથી મોરબીના બે સેવાભાવીઓ દ્વારા ૩૦૦૦ કીટ વિતરણ કરવાનું આયોજન કરાયું છે

        મોરબીના જેતપર ગામના રહેવાસી ચંદ્રકાંતભાઈ પટેલ ગૌશાળાના સંચાલન જેવી પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે અને ચંદ્રકાંતભાઈ તેમજ અશ્વિનભાઈ બંનેએ નવરાત્રીની અનોખી ઉજવણી કરવાનું આયોજન કર્યું છે જેમાં રાજ્યના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લા પછાત હોય અને આ જીલ્લાની હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીઓને નવરાત્રીમાં શણગાર માટેની કીટ આપવાનું નક્કી કર્યું હતું જે કીટમાં દીકરીઓના શણગારની ચીજવસ્તુઓ જેવી કે ચાંદલા, નેલ પોલીસની ૩૦૦૦ કીટ તૈયાર કરાઈ છે અને સોમવારથી બંને સેવાભાવી ત્રણ જીલ્લાના પ્રવાસે રવાના થશે અને ત્રણ જીલ્લામાં આવેલી ૧૩૦ થી વધુ હોસ્ટેલમાં અભ્યાસ કરતી ૩૦૦૦ દીકરીઓ ને કીટ વિતરણ કરશે અને નવરાત્રીમાં બાળાઓને શણગારની ભેટ આપીને નવરાત્રીની પ્રેરણાદાયી ઉજવણી કરશે બંને સેવાભાવીઓની તૈયારી પ્રસંગે શાસ્ત્રી નીખીલ જોષીએ પણ તેમની મુલાકાત લીધી હતી અને શુભ કાર્ય બદલ બંને સેવાભાવીઓને આશીવચન પાઠવ્યા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat