મોરબી: લાતી પ્લોટમાં નગપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઇ કરાઈ

 

મોરબીના ઔધોગિક વિસ્તાર લાતી પ્લોટમાં વર્ષોથી ભૂગર ગટર ઉભરાવવાની સમસ્યા જોવા મળી રહી હતી અને સ્થાનિકો અને ઉધોગકારોને મહામુશીબતનો સામનો કરવો પડતો હોય જેને પગલે મોરબી નગરપાલિકા દ્વારા અદ્યતન સાધનો દ્વારા ભૂગર્ભની સફાઈ કરવામાં આવી હતી

મોરબી શહેરના ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યા હતી. જેના કારણે સ્થાનિકો ભારે પરેશાની અને હાલાકી ભોગવી રરહ્યા હતા.આ અંગે નગરપાલિકાના સેનિટેશન વિભાગના બુચભાઈના માર્ગદર્શન હેઠળ મોરબી નગર પાલિકાની ટીમે લાતી પ્લોટ વિસ્તારમાં બહારથી વાહનો મંગાવીને અધ્યતન સાધનો દ્વારા ભૂગર્ભ ગટરની સફાઇ કરી હતી. અને જેથી ચોમાસા દરમ્યાન તે વિસ્તારમાં પાણી ન ભરાય. પરંતુ વરસાદ બાદ જ સાચી સ્થિતિનો ખ્યાલ આવી શકશે. તો પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર સાફ કરવામાં આવી પરંતુ ચોમાસામાં ઉધોગકારોને પાણી ભારવાનો સામનો કરવો પડશે કે નહિ તેમજ ભુગભની આ રીતે જ સાફ સફાઈ થતી રહેશે કે નહિ તે પણ એક સવાલ છે

Comments
Loading...
WhatsApp chat