



મોરબીના ઉંચી માંડલ ગામે ગત રાત્રીના સમયે બઘડાટી બોલી જવા પામી હતી જેમાં ફરિયાદી યુવાન દેવશી પુના સોલંકી (ઉ.વ.૨૭) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તે ગામ નજીક શાકભાજી લેવા માટે ગયો હતો ત્યારે આરોપી મહેશ ભાણજી સોલંકી, મુકેશ પ્રેમજી સોલંકી, ઉંચી માંડલ ગામના સરપંચ ચંદુભા પરમાર તેમજ અજાણ્યા ૧૦ થી ૧૨ માણસોએ તેને મોટરસાયકલ રાખવા બાબતે બોલાચાલી થતા તેને માર મારી ઈજાઓ પહોંચાડી હોવાનું જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

