


મોરબી શહેરમાં શનાળા રોડ પર ઉમિયા સર્કલની આસપાસનો વિસ્તાર ખૂબ વિકાસ પામ્યો છે.રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ અપ ડાઉન કરનારાઓની સંખ્યા ખૂબ મોટી છે.આ બધા રહેવાસીઓ માટે નવા બસ સ્ટેન્ડ દૂર પડતું હોઈ ઉમિયા સર્કલ કેનાલ ચોકડી પાસે આવતી જતી બસો માટે વિનંતી સ્ટોપની માગણી મોરબી માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવી હતી.આ બાબતે પત્ર વ્યવહાર કરતા એસ. ટી. વિભાગે તા.૦૪.૦૮. ૨૦૧૬ ના રોજ વિનંતી સ્ટોપ મંજુર કરવામાં આવેલ છે.આ સુવિધાથી એ સમગ્ર વિસ્તારમાં રહેતા ભાઈઓ બહેનોને એસ. ટી. બસમાં મુસાફરીની ખૂબ અનુકુળતા રહેશે. મોરબી માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની યાદીમા જણાવ્યું છે.