



મોરબી શહેરમાં અનેક સ્થળોએ ઉભરાતી ગટરના પ્રશ્નો નાગરિકો અને રાહદારીઓને રોજ સતાવી રહ્યા છે રહેણાંક વિસ્તારોમાં ઉભરાતી ગટરથી લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી જાય છે તો મુખ્યમાર્ગો પર ગટર ઉભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને અનેક પરેશાની નો સામનો કરવાનો વારો આવે છે જોકે પાલિકાનું નીમ્ભર તંત્ર પોતાની મોજમાં શાસન ચલાવી રહ્યું છે. શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ગટરના ગંદા પાણી છલકાઈને રોડ પર આવી જતા હોય છે જેથી ગંદા પાણીના તલાવડા જોવા મળે છે પરંતુ હજુ સુધી આ સ્થળે સફાઈ કરવાનું પાલિકાને મુર્હત આવ્યું નથી અને સ્વચ્છ ભારત અભિયાનના ભાજપ શાસિત પાલિકા જ લીરેલીરા ઉડાવતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. સાવસર પ્લોટ વિસ્તારમાં અનેક હોસ્પિટલ આવેલી છે ત્યારે હોસ્પિટલના વિસ્તારોમાં આટલી ગંદકીથી દર્દીઓ અને તેના સગાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

