Billboard ad 1150*250

મોરબી : ટ્રકે મેસ્ટ્રો પર જઈ રહેલ બે મહિલાને હડફેટે લેતા ઈજા

0 340

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક મેસ્ટ્રોમાં જઈ રહેલ બે મહિલાઓને ટ્રકના ચાલકે હડફેટે લેતા ઈજા થઇ હોય અને ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબીના ધુટુ રોડ પર આવેલ હરિઓમ પાર્કમાં રહેતા પ્રેરણાબેન ઉર્ફે પ્રીયંકાબેન રાકેશભાઈ પાઠક (ઉ.૧૮) એ તેનું મોટર સાઈકલ હીરો મેસ્ટ્રો જીજે ૩૬ કયું ૫૫૦૭ માં સાહેદ માલવિકાબેન સાથે જતા હોય દરમિયાન મોરબીના મહેન્દ્રનગર ચોકડી પર ટ્રક આર જે ૦૭ જીડી ૧૪૭૭ ના ચાલકે પુર ઝડપે ટ્રક ચલાવીને પ્રેરણાબેનના મોટર સાઈકલને પાછળના ભાગે ઠોકર મારી પાડી દઈ હડફેટે લેતા પ્રેરણાબેનને ઈજાઓ પહોચી હતી તો સાહેદના ડાબા પગ પર ટ્રકનું ક્લીનર સાઈડની ટાયર ફેરવી દઈને ઈજા કરી એક્સ્મત બાદ ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ પ્રેરણાબેનએ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat