નહેરુ ગેઇટ ચોકમાં બે મહિલાઓ બાખડી, સામસામો અપશબ્દોનો વરસાદ…

સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ, જોકે પોલીસમાં મારામારીની કોઈ ફરિયાદ નહિ

મોરબીની મુખ્ય શાક માર્કેટ ચોક એટલે કે નહેરુ ગેઇટ ચોક સતત ધમધમતો રહે છે જ્યાં નિયમિત હજારો લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા આવતા હોય છે તેવા વિસ્તારમાં ગઈકાલે બે મહિલાઓ કોઈ કારણોસર બાખડી હતી જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સોશ્યલ મીડિયામાં સોમવારે રાત્રીના સમયે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બે મહિલાઓ કોઈ કારણોસર ઝઘડો કરવા લાગી હોય, બંને મહિલાઓએ ઉગ્ર બોલાચાલી કરીને સામસામે છુટા હાથની મારામારી કરી હતી જોકે મહિલાઓ ક્યાં કારણોસર ઝઘડી પડી હતી તે કારણ જાણી સકાયું નથી પરંતુ વાયરલ થયેલો વિડીયો સોમવારનો હોય અને જે વિડીયોમાં નગર દરવાજા ટાવર જોઈ સકાય છે. આ વિડીયોમાં મહિલા સામસામે અપશબ્દોનો વરસાદ પણ વરસાવતી સાંભળી સકાય છે જોકે આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ મહિલાઓની ધોળે દિવસે કુસ્તી જોવા માટે મોટું ટોળું સ્થળ પર એકત્ર થયું હતું અને યુવાનોએ મોબાઈલમાં આં લડાઈનો વિડીયો બનાવી તેને વાયરલ કરી દેવામાં આવ્યો છે. વાયરલ થયેલોવિડીયો માં બંને મહિલા સામસામે અપશબ્દો વરસાવતી હોવાથી સભ્ય સમાજને વિડીયો બતાવવા લાયક ના હોવાથી અહી વિડીયો મૂકી શકાયો નથી.

Comments
Loading...
WhatsApp chat