



મોરબી પંથકમાં ફરી એકવાર સમડી ત્રાટકી છે અને જીઆઈડીસી વિસ્તારમાં બાઈક પર આવેલા બે શખ્શો મહિલાના ગળામાંથી સોનાનાં ચેનની ચીલઝડપ કરી નાસી ગયા છે જે બનાવ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને બંને આરોપીને દબોચી મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરના રહેવાસી અને મોરબી રક્ષાબંધન કરવા માટે આવેલા રીનાબેન તુલશીભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સમયે તે જીઆઈડીસીમાં સંસ્કાર બ્લડ બેંક નજીકથી જતા હોય ત્યારે આરોપી મોટરસાયકલ નં જીજે ૦૩ આર આર ૫૮૦૯ નો ચાલક અને તેની પાછળ બેઠેલો અજાણ્યો ઇસમ એ ફરિયાદીના ગળામાં પહેરેલ દોઢ તોલા સોનાનો ચેઈન કીમત ૩૫,૦૦૦ આંચકી આરોપી ફરાર થયા હતા
જે આરોપીઓને ઝડપી લેવા એ ડીવીઝન પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની ટેકનોલોજીની મદદથી આરોપી કમલેશ બાબુભાઈ કુંધીયા અને પપ્પી નાગજી વિકાણી રહે બંને મોરબીવાળાને ભક્તિનગર સર્કલ નજીકની મુરલીધર હોટલ પાસેથી ઝડપી લઈને સોનાનો ચેન અને મોટરસાયકલ સહિતનો મુદામાલ કબજે કર્યો છે તો ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જે અગાઉ મારામારી, દેશી દારૂ જેવા ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે



