મોરબી : બાવાજી પરિવારની બે સગી બહેનો સપ્તાહથી ગુમ…

એક બહેન બાદ બીજા દિવસે બીજી બહેન પણ ગુમ

        મોરબી પંથકના રહેવાસી બાવાજી પરિવારની બે સગી બહેનો ગુમ થતા પરિવારે પોલીસમાં ગુમસુદા અંગે જાણ કરી છે તેમજ પરિવાર દ્વારા ગુમ બંને બહેનોની શોધખોળ ચલાવી છે

        મોરબીના સામાકાંઠે નીલકંઠ સોસાયટીના રહેવાસી હસમુખપરી ગોસાઈની દીકરી ઉર્વીબેન (ઉ.વ.૧૯ વર્ષ 6 માસ) વાળી ગત તા. ૨૩ ના રોજ નાલંદા વિધાલય ટંકારા ખાતે ગયા બાદ પરત મળી નથી ગુમ થનાર યુવતી અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે તો તે ઉપરાંત ગુમ થયેલ ઉર્વીબેનની સગી બહને ખુશ્બુબેન (ઉ.વ.૨૩) વાળી પણ ગુમ થઇ છે અને સપ્તાહ પૂર્વે બે સગી બહેનો ગુમ થયા બાદ હજુ બંનેનો પત્તો લાગ્યો નથી ત્યારે પરિવાર ચિંતાતુર બન્યો છે જે મામલે સંબંધિત પોલીસ મથકોમાં ગુમસુદા અંગે અરજી કરી છે

Comments
Loading...
WhatsApp chat