મોરબી : બે સ્થળે જુગાર દરોડા, તાલુકા પોલીસે ૧૧ પત્તાપ્રેમીઓને ઝડપ્યા

મોરબી પંથકમાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે જેમાં મોરબી તાલુકા પોલીસે અમરેલી ગામ તેમજ રંગપર ગામમાં બે સ્થળે દરોડા કરીને કુલ 11 જુગારીઓને 54,000 થી વધુની રોકડ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના અમરેલી ગામના શક્તિ માંના મંદિર પાસે જાહેરમાં જુગાર અંગે બાતમી મળતા તાલુકા પોલીસે દરોડો કરીને જુગાર રમી રહેલા વિજય ધીરૂ કોળી, નિલેશ સવજી કોળી, હિતેશ ભુપત કોળી, મુકેશ હિતેશ જાટ, યોગેશ સવજી કોળી અને ગણેશ ધીરૂ કોળી એમ છને ઝડપી લઈને 43,900 ની રોકડ જપ્ત કરી છે

જયારે અન્ય દરોડામાં રંગપર ગામ નજીક સીરામીક ફેક્ટરી પાછળ બેસી જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે જુગાર રમતા જયેશ માવજી, ફિરોઝ અકબર, રામજી અઘારા, ધવલ આડ્રોજા અને આશિષ કાલરીયા એમ પાંચને ઝડપી 10,880 ની રોકડ જપ્ત કરી છે

Comments
Loading...
WhatsApp chat