

મોરબીના ઉમા વિલેજ સોસાયટી મહેન્દ્રનગરના રહેવાસી રેશ્માબેન ગીરીશભાઈ વિડજા (ઉ.વ.૨૯) નામની પરિણીતાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આરોપી ભીખા પરમારની પત્નીને પોતાના પતિ સાથે અણબનાવ બન્યો હતો જેને પગલે તે ફરિયાદી મહિલા રેશ્માબેન વિડજા સાથે રહેવા જતા રહ્યા હોય જે બાબતનો ખાર રાખીને આરોપી ભીખા રૂપા પરમારઅને અશોક રૂપા પરમાર રહે. બંને ઇન્દિરાનગર મોરબી ૨ વાળાએ આ મહિલાને કારીયાણાની દુકાન પાસે બોલીને આરોપી અશોક પરમારે મહિલાને પકડી રાખી હતી જયારે આરોપી ભીખા રૂપ પરમારે તેને તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે જાનથી મારી નાખવાના ઈરાદે એક ઘા પેટના ભાગે મારવા જતા મહિલાએ હાથ વચ્ચે નાખતા ડાબા હાથનો અંગુઠો કપાઈ ગયો હતો તેમજ પથ્થર વડે માથાના ભાગે ઘા કરી જીવલેણ ગંભીર ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મહિલાને જાનથી મારી નાખવાનો પ્રયાસ, ધમકી આપવી તેમજ જીલ્લા મજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી બંને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપી અશોક પરમારને ઝડપી લેવામાં આવ્યો છે જયારે મુખ્ય આરોપીની પોલીસે શોધખોળ ચલાવી છે.