મોરબીમાં બે સમૂહલગ્નોત્સવમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

 

મોરબીમાં રવિવારના રોજ રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ અને ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા બે સ્થળે સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યા હતા જેમાં ૨૧ નવદંપતીઓ જોડાયા હતા.

માતા રમાબાઈ આંબેડકર સમૂહલગ્ન સમિતિ દ્વારા ભડિયાદ કાંટે સમાજની વાડીમાં  સમુહ લગ્નોત્સવ યોજવામાં આવેલ જેમાં ૧૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડી લગ્નગ્રંથિથી જોડાયા હતા. નવવધુને આશીવચન પાઠવવા સંતો મહંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી

તે ઉપરાંત ચુંવાળીયા ઠાકોર સમાજના સમૂહલગ્નનું આયોજન પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૧૦ નવદંપતી જોડાયા હતા.આ સમૂહ લગ્નમાં હળવદ-ધ્રાંગઘ્રાના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા, પ્રમુખ ગોપાલભાઈ વિનુભાઈ સીતાપરા અને ઉપપ્રમુખ દીપકભાઈ કરમશીભાઈ સારલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat