મોરબી : વાઘપરા અને સામાકાંઠે વરલીનો જુગાર રમતા બે ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

 મોરબીની ગોપાલ સોસાયટીમાં વરલીનો જુગાર રમતા ઝડપાયો

        મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોપાલ સોસાયટીના નાકે આરોપી મહેશ હેમરાજ જોબનપુત્રા (ઉ.વ.૪૯) રહે રવાપર રોડ એવન્યુ પાર્ક સોસાયટી વાળો વરલીના આંકડા લખી જુગાર રમતો હોય જેને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૯૦૦ અને મોબાઈલ કીમત ૨૦૦૦ સહીત કુલ ૩૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો છે

મોરબીના વાઘપરામાં વારલીનો જુગાર રમતા ઝડપાયો

        મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાઘપરા રામજી મંદિર પાસે આરપી અનંતરાય ઉર્ફે જગો નટવરલાલ શાહ (ઉ.વ.૬૫) રહે મોરબી ઠાકર લોજ પાછળ વાળાને વરલીનો જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૮૯૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat