

મોરબી બી ડીવીઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગમાં ત્રાજપર ચોકડી નજીકથી એક ઈસમને બાઈકમાં દારૂ લઇ જતા તેમજ અન્ય એક આરોપી સહીત બેને ઝડપી લઈને દારૂનો જથ્થો જપ્ત કરાયો છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ચોકડી પાસેથી આરોપી વિનોદ મુલજી ગેડીયા (ઉ.વ.૩૫) રહે હાલ કુબેર ટોકીઝ પાછળ મોરબી-૨ વાળાને ઝડપી લઈને મોટરસાયકલ કીમત ૪૦,૦૦૦ અને ત્રણ દારૂની બોટલ કીમત ૯૦૦ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી હસમુખ ઉર્ફે મુનો નાનજી સારલા (ઉલ.વ.૩૭) રહે સિલ્વર પાર્ક સોસાયટી મોરબી-૨ વાળાના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂ ૨૪ બોટલ કીમત રૂ ૭૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે