


મોરબીમાં અષાઢી બીજ નિમિતે તા. ૧૪ ને શનિવાર રોજ સવારે ૦૯ : ૩૦ કલાકે મચ્છુ માતાજીની જગ્યા મહેન્દ્રપરા શેરી ખાતેથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીને દરબારગઢ સ્થિત મચ્છુ માતાજીના મંદિરે પહોંચશે તો શોભાયાત્રાના રૂટ પર પાણી-સરબત ના પ્રસાદની વ્યવસ્થા યોજાશે રબારી અને માલધારી સમાજ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને શોભાયાત્રાણા રૂટમાં હુડો અને રાસગરબાની રમઝટ જામશે
શોભાયાત્રામાં ઝાઝા વડાદેવ વાળીનાથ મહાદેવ ગામ થરાની પરમગુરુ ગાદીના સંત શિરોમણી મહંત ધર્મધુરંધર ૧૦૦૮ ધનશ્યામપૂરી મહારાજ તથા મહેશપૂરી બાપુ, શિવપુરી ધામ દ્વારકા તથા ભાનુઆઈ માતાજી, માનબાઈ માતાજી શોભાયાત્રામાં ઉપસ્થિત રહેશે તેમજ શોભાયાત્રા બાદ મહાપ્રસાદ યોજાશે જેનો હજારો લોકો લાભ લેશે મચ્છુ માતાજીની શોભાયાત્રામાં દરેક ધર્મપ્રેમી જનતાએ પધારવા ભગત ગાંડુંભગત બીજલભગત ગોલતર અને મચ્છુ મિત્ર મંડળ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે.
ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ અષાઢી બીજ ના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની રથ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો ત્રણ દિવસ સુધી રથયાત્રા ના દર્શનનો લ્હાવો લઇ શકશે.
રથ યાત્રાની સાથે સાથે ટંકારા ના સમસ્ત માલધારી સમાજ દ્વારા અષાઢી બીજે મરછુ માતાજીની શોભાયાત્રા શહેરના રાજ માર્ગ પર ફરશે. જે સવારે ૯ વાગ્યે દેરીનાકાથી શરુ થઇ દયાનંદ ચોક, ધેટીયા વાસ, ઉગમણા નાકે, લો વાસ અને અંતે લક્ષ્મી નારાયણ મંદિર ખાતે પહોંચશે.જેમાં ટંકારાની ધર્મ પ્રેમી જનતા આ શોભાયાત્રાના દર્શન કરવાનો અનેરો લ્હાવો લેશે. . તેમજ આપણી સંસ્કુતી મુજબ ગામજનો એકબીજાને હળીમળી ને અષાઢી બીજના રામરામ કરશે.
તેમજ ટંકારામાં દર શનિવારે શનિવાર નજર ભરાય છે તેમાં મોટી સંખ્યામાં ફેરિયઓ પોતાનો માં-સમાન લઈને વેપાર કરે છે.પરંતુ aa શનિવારે અષાઢી બીજ હોવાને કારણે રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાને કારણે શનિવાર બજાર બંધ રહેશે.
.
તો તે ઉપરાંત વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબી અને અષાઢી બીજ મહોત્સવ સમિતિના સહયોગથી અષાઢી બીજ નિમિતે સ્વામીનારાયણ મંદિર શનાળા રોડ પરથી બપોરે ૦૩ : ૩૦ કલાકે દેવતણખી બાપાની શોભાયાત્રા યોજાશે અને સાંજે ૬ કલાકે લુહાર જ્ઞાતિ બોર્ડીંગ શનાળા રોડ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જણાવ્યું છે.

