મોરબી ટ્રિપલ મર્ડર : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પિતા-પુત્ર સહિત ત્રણના જનાજા નીકળ્યા

મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું

મોરબીમાં ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આરોપીને ઝડપી લીધા છે તો બીજી તરફ ખૂની ખેલમાં મૃત્યુ પામેલા પિતા પુત્ર સહિત ત્રણના મોત થયા હોય જે ત્રણેયના જનાજા આજે પોલીસ બંદોબસ્ત સાથે નીકળ્યા હતા

મોરબીના લીલાપર રોડ પરની વાડીમાં મધરાત્રીએ ખેલાયેલા ખૂની ખેલમાં કિંમતી જમીન મામલે થયેલી તકરારમાં મુસ્લિમ પિતા પુત્ર સહિત ત્રણના ઢીમ ઢાળી દેવાયા હતા અને પરિવારે આરોપીની અટકાયત બાદ મૃતદેહ સ્વીકારાશે તેવું પોલીસને રોકડું પરખાવી દેતા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી

તો મોરબી જિલ્લા એસપી અન્ય જિલ્લાના બંદોબસ્ત માં હોય જ્યાંથી એસપી ડો. કરનરાજ વાઘેલા મોરબી દોડી આવ્યા હતા એસપી તેમજ ડીવાય એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી ટિમ ઉપરાંત સ્થાનિક પોલીસે સતત કોમ્બિનગ કરી તમામ આરોપીઓને ઝડપી લીધા હતા

તો પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યા બાદ રાત્રીના સમયે એકીસાથે ત્રણ જનાજા ઉઠતા મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને જિલ્લા પોલીસની એજન્સીઓ તેમજ સ્થાનિલ પોલીસના બંદોબસ્ત વચ્ચે જનાજા નીકળ્યા હતા ત્યારે પરિવારમાં રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા

Comments
Loading...
WhatsApp chat